- સુરતનો કોઈ ડોક્ટર એમ્બ્યુલન્સમાં યુપી સુધી આવવા તૈયાર ન થયો
- એકના એક પુત્રને ગામ લઈ જઈશું તો સારો થઈ જવાની પરિવારને આશા હતી
- કોઈપણ તબીબ યુપી સુધી આવવા તૈયાર ન થતા જિંદગી હારી
દિવ્ય ભાસ્કર
Apr 11, 2020, 04:45 AM ISTસુરત. લોકડાઉનમાં એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં હૃદય રોગથી પીડિત બે માસના બાળકને સુરતથી 1515 કિલોમીટર દૂર યુપી સુધી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે હૃદયનું મોનિટરીંગ કરી પહોંચાડ્યો હતો. જોકે, ગામમાં પહોંચતાની સાથે જ એકના એક પુત્રના હૃદયના ધબકારા બંધ થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. સુરતની ખાનગી હોસ્પિટલના તબીબ સાથે આવવા તૈયાર ન થતા એમ્બ્યુલન્સ ડ્રાઇવરના ભરોસે બરેલી લઈ ગયા હતા.
બાળક હૃદયની બીમારી સાથે જન્મ્યું હતું
સુરત હજીરાની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા યુવકની પત્નીએ 2 મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, તેને જન્મજાત હૃદયની બીમારી હોવાથી 24 માર્ચે બાળક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેના તમામ રિપોર્ટ કઢાવતા બાળક ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. 27મી એ સવારે એમ્બ્યુલન્સના ચાલકે 31 કલાક સતત ગાડી ચલાવી બરેલી પહોંચ્યા હતા.
બાળકને જોઈ જવાની હિંમત આવી હતી
સૌ પ્રથમ તો બાળકને જોઈ 1515 કિલોમીટર જવાની હિંમત આવી હતી. ત્યારબાદ ડોક્ટરના અભિપ્રાય મુજબ રસ્તે ત્રણ વાર સેન્ટ્રલ લાઈનમાં ઇન્જેક્શન આપવા પડ્યા હતા. સિંગલ સ્ટેન્ડ પર 5 ઇન્સ્યુજન પંપમાં બે વાર ઇન્જેક્શન આપ્યા હતા. - રાકેશ, ડ્રાઈવર
પુત્રની સારવાર વતનમાં કરવાનો પરિવારે નિર્ણય કર્યો
સુરતના ખાનગી હોસ્પિટલના તબીબોએ બાળકના હૃદયની ગંભીરતા બાબતે માતા-પિતાને જાણ કરતા જ પરિવારે માસૂમ પુત્રની સારવાર વતન યુપીમાં કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે, કોરોનાની મહામારી વચ્ચે મૂહ માંગી રકમ આપવા તૈયાર છતાં સુરતનો કોઈ ડોક્ટર એમ્બ્યુલન્સમાં યુપી સુધી આવવા તૈયાર થયો ન હોવાનું બહાર આવ્યું હતું. જોકે, મજબુર અને લાચાર પરિવારે આખરે ડોક્ટરની ગાઈડ લાઇન સાથે તૈયાર થયેલા એમ્બ્યુલન્સ ડ્રાઇવરના ભરોષે બે મહિનાના માસૂમ પુત્રને વતન યુપી બરેલી લઈ ગયા હતા. જ્યાં પહોંચતા જ એકના એક પુત્રના હૃદયના ધબકાર બતાવતા મશીનની સીધી લાઈનો જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હોવાનો દુઃખદ નજારો જીવનમાં પહેલીવાર જોયો હોવાનું એમ્બ્યુલન્સના ડ્રાઇવર રાકેશે જણાવ્યું હતું.
બાળકને જન્મજાત હૃદયની બીમારી હતી
સુરત હજીરાની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાકટ બેજ પર કામ કરતા યુવકની પત્નીએ 2 મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, તેને જન્મજાત હૃદયની બીમારી હોવાથી 24 માર્ચે બાળક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેના તમામ રિપોર્ટ કઢાયા હતા. દરમિયાન 27 માર્ચના રોજ બાળક ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હૃદયની બીમારી સાથે જન્મેલા બાળકને અડાજણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ કોરોના વાઇરસના કહેર અને લોકડાઉન વચ્ચે લાચાર માતા-પિતાને કોઈ રસ્તો મળ્યો ન હતો. આખરે માતા-પિતાએ પોતાના પહેલા અને એકના એક બે મહિનાના પુત્રને હૃદય રોગની બીમારી સાથે વતન યુપીના બરેલી ગામ નજીક ખાનગી હોસ્પિટલમાં સારવારનો નિર્ણય કર્યો હતો. જોકે, સુરતથી ખાનગી એમ્બ્યુલન્સ સેવા મળી ગઈ પણ પૈસા આપવા છતાં પણ હૃદય રોગની બીમારી સાથે પીડિત બાળ દર્દી સાથે આવવા કોઈ ડોક્ટર સહમત ન થયું
એમ્બ્યુલન્સના ડ્રાઈવરે 1515 કિમી અંતર કાપી બાળકને યુપી પહોંચાડ્યો
આખરે સુરતની ખાનગી એમ્બ્યુલન્સ સેવા આપતા વ્યક્તિએ પોતાના ડોક્ટર મિત્રને લાચાર પરિવારની વ્યથા કહી હૃદય રોગના દર્દીને એમ્બ્યુલન્સમાં ક્યાં પ્રકારની સારવાર આપી 1515 કિલો મીટરનું અંતર કાપી શકાય એ બાબતનું જ્ઞાન લીધું હતું. 27મી એ વહેલી સવારે યુપી જવા નીકળેલા આ એમ્બ્યુલન્સના ચાલકે 31 કલાક સતત ગાડી ચલાવી બરેલી પહોંચતા જ બાળકના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોવાનું પલ્સ ઓક્સીમીટર અને મોનિટરે બતાવતા પરિવાર ભાગી પડ્યું હતું
બાળકને જાઈને જ હિંમત આવી- ડ્રાઈવર
ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો બાળકને જોઈ 1515 કિલોમીટર જવાની હિંમત આવી હતી. ત્યારબાદ ડોક્ટરના અભિપ્રાય અને સલાહ સુચન બાદ એમ્બ્યુલન્સમાં ઇન્સ્યુજન અને વેન્ટીલેટર સેટિંગ કરવાની રીત સમજી લીધી હતી. રસ્તે ત્રણવાર સેન્ટ્રલ લાઈનમાં ઇન્જેક્શન આપવા પડ્યા હતા. સિંગલ સ્ટેન્ડ પર 5 ઇન્સ્યુજન પંપમાં બે વાર ઇન્જેક્શન આપી બાળ દર્દીને યુપીના બરેલી પહોંચાડયો હતો. ગામમાં પ્રવેશ કરતા જ ગામવાસીઓએ ટેમ્પરેચર ઘનથી કોરોના વાઇરસના લક્ષણો છે કે નહીં તે ચેક કર્યા બાદ જ એમ્બ્યુલન્સને પ્રવેશ આપ્યો હતો. જોકે, બરેલી પહોંચતા જ બાળકનું હૃદય બંધ પડી ગયું હોવાનું જોઈ માતા-પિતાના આંસુ ટપ ટપ ટપકવા માંડ્યા હતા.
બાળક ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવી દીધું હતું
સુરતમાં જ બાળકને કાર્ડીયાક મસાજ અને પમ્પીંગ કરી હૃદયના ધબકારા લવાયા હતા. બાળક ગંભીર હોવાનું તબીબોએ કહી જ દીધું હતું. જોકે, માતા-પિતા બાળકને ગામ લઈ જઈશું તો અમારું બાળક સારું થઈ જશે એવી આશા બનાવી કોઈ પણ ખર્ચે બાળકને બચાવવા માંગતા હતા. 24 માર્ચે બાળક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેના તમામ રિપોર્ટ કઢાયા હતા. બાળકના પિતા સુરત હજીરાની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાકટ બેજ પર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટરની ગાઈડ લાઇન મુજબ બાળકને તમામ સુવિધાથી સજ્જડ એમ્બ્યુલન્સમાં લઈ જવાયા બાદ પણ બચાવી ન શક્યા એનો અફસોસ હમેશા રહેશે એવું એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવ્યું હતું.