સુરત : લોકડાઉનમાં બેકાર બન્યો યુવાન, માનસિક તણાવમાં પંખે લટકી આપઘાત કર્યો
Updated: June 2, 2020, 9:48 PM IST
પ્રતિકાત્મક તસવીર
હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવા છતાંય તેનું કામ શરુ થયું ન હોવાને લઇને તે માનસિક તાણ અનુભવતો હતો. જેને લઇને તે સતત ટેન્શનમાં પણ રહેતો હતો
સુરત : કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે સંચા ખાતામાં કામ કરતો યુવાન બેકાર બન્યો હતો. જોકે આ સમયમાં રૂપિયાની આર્થિક તંગીને લઇને આવેશમાં આવીને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. જોકે આ લોકડાઉનને લઈને અનેક વેપાર -ઉધોગ બંધ હોવાને લઇને અનેક લોકો બેકાર બનિયા હતા, ત્યારે સુરતના વેડરોડ પર આવેલ લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય પ્રવીણભાઈ રઘુનાથભાઇ માળી રહેતો અને સંચા ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.
લોકડાઉનમાં તેનું કારખાનું બંધ રહેતા આ યુવાન બેકાર બન્યો હતો. લોકડાઉનને લઇને નોકરી છૂટી જતા સતત નાણાકીય તકલીફ પડી રહી હતી. હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવા છતાંય તેનું કામ શરુ થયું ન હોવાને લઇને તે માનસિક તાણ અનુભવતો હતો. જેને લઇને તે સતત ટેન્શનમાં પણ રહેતો હતો.
આ ટેન્શનને લઇને ગતરોજ આવેશમાં આવીને પોતાના ઘરમાં પંખા સાથે કાપડ બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો. જોકે ઘાટની જણકારી મળતા પરિવાર શોકમાં ગરકૌ થઇ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણકારી મળતા પોલીસ પણ બનાવ વાળી જગિયા પર પોંહચીને આ મામલે ગુનો નોંધી ચોકબજાર પોલીસ વધુ તપાસ શરુ કરી છે.
First published:
June 2, 2020, 9:48 PM IST