- ભંગારની દુકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
- યુવાનને નાણાકીય તકલીફ અને લગ્નની ચિંતા હતી
દિવ્ય ભાસ્કર
Jun 08, 2020, 04:01 PM ISTસુરત. લોકડાઉનને લીધે નાણાંકીય તકલીફો પડતા તથા લગ્ન નહી થતાં માનસિક તાણ અનુભવતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ઈચ્છાપોરના યુવાને ભંગારની દુકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સતત માનસિક તાણ અનુભવતો પગલું ભર્યું
ઇચ્છાપોરના ONGC ચાર રસ્તા પાસે અકતરભાઈની ભંગારની દુકાનમાં રહેતો અને ત્યાં જ છૂટક કામ કરતો 28 વર્ષીય રમેશ રામજીલાલ ચંદ્ર ગઈકાલે બપોરે ભંગારની દુકાનમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે તપાસ કરતા ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે, રમેશ મૂળ રાજસ્થાનના અલવરનો વતની હતો. તે ભંગારના કામ સાથે સંકળાયેલો હતો. બે માસથી કામકાજ અને ધંધો બંધ હોવાથી તેને નાણાકીય તકલીફ પડતી હતી. આ સાથે તેને લગ્નની ચિંતા પણ સતાવતી હતી. આવા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલું ભર્યું હતું.