- અમરાઈવાડીનો યુવક બે મહિનાથી તણાવમાં રહેતો હતો
- ગુરુવારે રૂમ બંધ કરી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
દિવ્ય ભાસ્કર
May 30, 2020, 08:33 AM ISTઅમદાવાદ. અમરાઈવાડીમાં બે મહિનાથી નોકરી જતી રહેતા ડિપ્રેશનમાં આવી ગયેલા યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઈવાડીની માણેકલાલની ચાલીમાં રહેતા વિજય પ્રતાપજી ચૌહાણ લૉકડાઉન હોવાના કારણે છેલ્લા બે મહિનાથી ઘરે હતો અને નોકરીએ પણ જતો ન હતો, જેથી નોકરી જવાની બીક પણ હતી. આ બાબતને લઈને વિજય માનિસક તણાવમાં રહેતો હતો. આ દરમિયાન માનસિક તણાવમાં આવીને જ ગુરુવારે પોતોના ઘરનો રૂમ બંધ કરી દીધો હતો અને પંખાના હુકમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેના પિતાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, માનિસક તણાવના કારણે વિજયે આ પગલું ભર્યું હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો
વિજય તણાવના કારણે રૂમમાં ગૂમસૂમ રહેતો હતો. ગુરુવારે રૂમની બહાર ન આવતા પિતાએ દરવાજો ખખડાવ્યો હતો. જોકે દરવાજો અંદરથી બંધ હતો. વિજય દરવાજો ખોલતો ન હોવાથી તેના પિતાએ દરવાજો તોડી નાખાતા તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.