અંદાજે બે માસનાં લોકડાઉન (Lockdown) ને કારણે કેટલાય જણાં બેકારીનો અને તેને કારણે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યાં છે. શહેરમાં હાલ લોકડાઉનને કારણે બેકાર બની જવાંનાં કારણે આપઘાત કે તેની કોશીષનાં બનાવો ચિંતાજનક રીતે વધારો થયો છે. શહેરમાં અને જસદણમાં બે યુવાનોએ લોકડાઉનને કારણે બેકાર બની જતાં કંટાળી આત્મહત્યા કરી લીધાનાં બનાવ જાહેર થયા છે. ગઈકાલે પણ એક યુવાને લોકડાઉનને કારણે આર્થિક સંકડામણથી ત્રસ્ત બની ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ગીતા નગર-૫માં રહેતા અને છૂટક ફેબ્રીકેશનનું કામ કરતાં પ્રફુલભાઈ રામજીભાઈ મકવાણા નામનાં ૪૫ વર્ષનાં લુહાર યુવાને ગઈકાલે મોડી સાંજે તેનાં ભાઈ અશ્વિનભાઈનાં ભાગીદારીમાં આવતાં કોઠારીયા નજીક સાંઈબાબા સર્કલ પાસે સ્થિત હિન્દુસ્તાન લીફટ સર્વિસ નામનાં કારખાનામાં પંખાનાં હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
ભાઈ સાથે આંટો મારવા જવાનું કહી કર્યો આપઘાત
છ ભાઈ અને ચાર બહેનમાં નાના પ્રફુલભાઈને ગઈકાલે તેનાં ભાઈ પાસે આંટો મારવા જાવ છું તેમ કહી કારખાનાની ચાવી લઈ ગયા બાદ ત્યાં આ પગલું ભરી લીધું હતું. આજી ડેમ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે પ્રફુલભાઈ બે માસનાં લોક-ડાઉનને કારણે આર્થિક ભીંસમાં આવી જતાં આ પગલું ભરી લીધું છે. બીજા બનાવમાં જસદણમાં આટકોટ રોડ પરની પ્રષ્કરધામ સોસાયટીમાં રહેતા અને દરજી કામ શીખતાં દિપેન વાઘેલા નામનાં ૧૯ વર્ષનાં દરજી યુવાને ગઈકાલે બપોરે ઘરે ઘઉમાં નાખવાનાં ટિકડા ખાઈ લેતા તેને જસદણથી વધુ સારવાર માટે અહીની સિવિલમાં ખસેડાતા મૃત્યુ નિપજયું હતું.
પરિવાર પર આભ તૂટી પડ્યું
તેનાં પિતા અનિલભાઈએ જણાવ્યું કે, તેનો પુત્ર દરજી કામ શીખતો હતો. જયારે તે હીરા ઘસે છે. બે માસનાં લોકડાઉનને કારણે કામ ઠપ્પ થઈ જતા તેનો પુત્ર સતત ચિંતામાં રહેતો હતો. તેણે તેને અનેક વખત આપણે ખાધે પીધે સુખી છીએ, કોઈ દેણું નથી તું ચિંતા ન કર તેમ કહી આશ્વાસન આપતા હતાં. આમ છતાં તેનાં પુત્રએ આ પગલું ભરી લીધું હતું. તે બે બહેનનો એક લોતો ભાઈ હતો. તેનાં આપઘાતનાં પગલાથી દરજી પરિવાર પર આભ તૂટી પડયું હતું.
ગળાફાંસોખાઈ આત્મહત્યા
જયારે નવાગામની શક્તિ સોસાયટી-૮માં કવાર્ટર નંબર ૫૬માં ભાડે રહેતા અને છેલ્લા કેટલાક વખતથી રૂખડીયાપરામાં માતા પિતાને ત્યાં પરિવાર સાથે રહેતા અશરફ રફિકભાઈ કુરેશી (ઉ.વ.૩૦)એ ગઈકાલે શક્તિ સોસાયટીમાં આવેલા મકાને ગળાફાંસોખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બી.ડિવિઝન પોલીસે જણાવ્યું કે, અશરફ છોટા હાથી ચલાવતો હતો તેને દેણું થઈ જતાં તેની ઉઘરાણી માટે છેલ્લા કેટલાક દિવસોથી ફોન આવતા હતાં. આ સ્થિતિ વ્ચચે તેણે આ પગલું ભરી લીધું છે. તેને સંતાનમાં બે પુત્ર છે.
Read Also
- પાકિસ્તાનના દાવાને ફગાવી લંડનની હાઈકોર્ટે ભારતના નિઝામને આપ્યો ખજાનો, કરોડોની સંપત્તિનું થયુ વિભાજન
- ભપકાદાર અને ભવ્ય હશે મોદીની વેબસાઇટ, 30 ભાષામાં થશે ઉપલબ્ધ-1 ભાષા માટે 10 લોકો કરશે કામ
- વડોદરાના પઢીયાર પરિવાર પર જાણે કુદરતે કેર વર્તાવ્યો, વીજ શોક લાગતા એકનું મોત, ત્રણ સારવાર હેઠળ
- પીએમ મોદી રવિવારે દેશ સામેનો સૌથી મોટો પડકાર કોરોના વિષય પર ‘મન કી બાત’ કરશે, આ રીતે તમે પણ મોકલી શકો છો સૂચનો
- કોરોનાની વેક્સિન કે દવા નહીં લાગે કામ : મ્યૂટેશનમાં સતત ફેરફાર, 8 વાર બદલ્યો પ્રકાર